વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ-સ્નેહમિલન યોજાયું


SHARE







વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ-સ્નેહમિલન યોજાયું

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષના પ્રારંભે શાકોત્સવ - સ્નેહમિલન આધ્યાત્મિક પ્રવચન યોજવામાં આવ્યું હતું. વાંકાનેરનાં રાજકોટ માર્ગ પર મિની હિલ સ્ટેશન પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતાં, ભગવાન સ્વામિનારાયણનાં સમયથી શાકોત્સવની પરંપરા યથાવત્ છે, સાથે બીએપીએસ સંસ્થાનાં વિદ્વાન સંત શ્રીરંગ સ્વામીનું આધ્યાત્મિક પ્રવચન યોજાયું હતું, જેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે જીવનમાં આર્થીક ઉપાર્જન પ્રવૃત્તિઓ સાથે આધ્યાત્મિકતા પણ અનિવાર્ય છે, જીવનમાં વિનમ્રતા રાખવી, દાસ થાય છે એ પાસ થાય છે અને બોસ થવા જાય છે એ મોટે ભાગે લોસ થાય છે, પૂજ્ય પ્રમુખસ્વામી સાથે ખૂબ વિચરણ કર્યું છે તેવા શ્રીરંગ સ્વામીએ વધુ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામીને દેશ દુનિયામાં ખૂબ માન સમ્માન મળ્યા હતાં, અને અપમાન પણ એટલા થયાં હતાં છતાં ક્યારેય વિચલિત થયા ન હતાં, જીવનમાં દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવું તેમ અનેક પ્રેરક વાતો કહી હતી મોરબી ક્ષેત્રનાં  ખંતીલા સંત નિર્દેશક   હરિસ્મરણ સ્વામી સહિત વાંકાનેર સત્સંગ મંડળ દ્વારા શ્રીરંગ સ્વામીનો આભાર વ્યક્ત કરાયો હતો, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી ઉર્મિલાબેન પ્રવીણચંદ્ર આશર, જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, સુમિતભાઈ ત્રિવેદી, મહિલા મંડળ, યુવતી મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News