મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા


SHARE







દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગુજરાત પ્રદેશ સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ તેમજ શ્રી શંકરાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકાના સંયુક્તોપક્રમે રાજ્યસ્તરીય શાસ્ત્રીયસ્પર્ધા-૨૦૨૪ નું આયોજન જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજનાં સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબીના બેલા ગામાં પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે માતાજી કનકેશ્વરી દેવીજીસ્થાપિત કરેલ શ્રી સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયનનાં ૠષિકુમારોએ તેમાં ભાગ લીધો હતો તેમા રાજ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં ૠષિકુમાર પંડ્યા સુમિતૠષિએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને મોરબી જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે તે હવે આગામી સમયમાં યોજાનારી અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે કાશી જશે અને ૠષિકુમાર જાની વિવેકૠષિએ સુભાષિત કંઠપાઠ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને મોરબીનું ગૌરવ વધારેલ છે. આ બન્ને ૠષિકુમારોને કનકેશ્વરી માતાજીએ આશીર્વાદ આપ્યા હતા.






Latest News