મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત


SHARE







હળવદના રણમલપુર ગામે વાડીઇલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત

હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ વાડી વિસ્તારની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ વિનોદભાઈ પ્રભુભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ કાંતિભાઈ નાયક (30) નામના યુવાનને કોઈ પણ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે રહેતો નયનભાઈ અરજણભાઈ વરૂ (19) નામનો યુવાન ઘુટુ રોડ ઉપર બાઈકમાંથી કોઈ કારણોસર નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજા થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News