મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના ચકચારી વ્યાજ વટાવના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર


SHARE







ટંકારાના ચકચારી વ્યાજ વટાવના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા ફરિયાદીએ મોરબીમાં રહેતા યુવાન સામે વ્યાજ વટાવની ફરિયાદ નોંધાવેલ હતી અને આરોપી વિરુદ્ધ ઉંચા વ્યાજની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તેમજ ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેવું ફરિયાદએ લખવ્યું હતું. જે આરોપીના વકીલ મારફતે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી મૂકવામાં આવી હતી જેમાં કોર્ટે વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીના આગોતરા જમીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબીમાં રહેતા હિરેનભાઈ રાજેશભાઈ પંડયા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં વ્યાજ બાબતની ફરિયાદ નોંધાયેલ હતી જેના વકીલ ફેનિલભાઈ ઓઝા મારફત આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના વકીલની દલીલ માન્ય રાખી હતી અને તેમની ધારદાર દલીલો સાંભળીને તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી તરફે  મોરબીના સિનિયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા તથા દેવ  કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા. 






Latest News