સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી સુરેન્દ્રનગરના વૃદ્ધનું મોત


SHARE











હળવદ નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી સુરેન્દ્રનગરના વૃદ્ધનું મોત

હળવદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં વૃદ્ધ કોઈપણ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના રહેવાસી મનસુખભાઈ લાલજીભાઈ પનારા (65) નામના વૃદ્ધ કોઈપણ કારણોસર હળવદમાં આવેલ અનિલ ફર્નિચર મોલની પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બિયરના બે ટીન સાથે પકડાયો

હળવદ તાલુકાના રાયધ્રા ગામે મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 200 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને અને આરોપી રોહિત ઉર્ફે પદુ હરજીભાઈ સિણોજીયા (26) રહે. રાયધ્રા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જુગાર રમતા બે પકડાયા

મોરબીના પંચાસર રોડ ઉપર ઉમિયા માર્કેટ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોહિત ઉર્ફે જીગો શંકરભાઈ કૈલા (37રહે. પંચાસર રોડ રાજનગર મોરબી તથા અસલમ અનવરભાઈ માડકીયા (27) રહે. મહેન્દ્રપરા શેરી નં-20 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 700 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News