હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા
Breaking news
Morbi Today

હળવદના સુખપર ગામના પાટીયા પાસે આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા ચાલીને જઈ રહેલા યુવાનનું મોત 


SHARE











હળવદના સુપર ગામના પાટીયા પાસે આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા ચાલીને જઈ રહેલા યુવાનનું મોત 

હળવદ ધાંગધ્રા રોડ ઉપર આવેલ સુપર ગામના પાટીયા પાસે યુવાન ઉભો હતો ત્યારે તેને આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને માથામાં તથા પગે ઇજા થયેલ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ધાંગધ્રા ગુરુકુળ સામે વાદીપરા ડાભી સોસાયટીમાં રહેતા અને હાલમાં જોરાવરનગરમાં હનુમાન ચોક ખાતે રહેતા વિજયકુમાર બાબુભાઈ અઘારા (26) આઇસર ટ્રક નંબર જીજે 23 એડબલ્યુ 3472 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ ધાંગધ્રા હાઇવે રોડે સુપર ગામના રોડ ઉપર તેમનો ભાઈ અજયભાઈ (29) પગપાળા જતો હતો ત્યારે આઇસર ટ્રકના ચાલકે તેને હડફેટે લેતા તેને માથા, પગ, હાથ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને આઇસર ટ્રકનો ચાલક પોતાનું આઇસર લઈને નાશી ગયો હતો જેથી મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.






Latest News