મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે પીજીવીસીએલ ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ


SHARE







મોરબીના નાની વાવડી ગામે પીજીવીસીએલ ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ

મોરબી પીજીવીસીએલ સર્કલ ઓફીસ દ્વારા રાજકોટ કોર્પોરેટ ઓફીસના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસીય ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આજથી આ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રારંભ કરવામાં આવેલ છે. વધુમાં મોરબી પીજીવીસીએલના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ તા 30 નવેમ્બરથી ૨ ડીસેમ્બર સુધી આ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે અધિક નિવાસી કલેકટર શિવરાજસિંહ ખાચર, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડીયા તેમજ એસ.એચ.રાઠોડ, આસિસ્ટન્ટ સેક્રેટરી કે.સી. ડામોર, ડીવાયડીઓ હિરલબેન વ્યાસ સહિતના હાજર રહ્યા હતા અને પહેલા દિવસે અમરેલી-જૂનાગઢ, પોરબંદર-મોરબી અને અંજાર-ભાવનગર વચ્ચે મેચ રાખવામા આવેલ છે અને છેલ્લા દિવસે તા ૨ ડીસેમ્બરના સવારે ૧૧: ૩૦ વાગ્યે કલોઝિંગ સેરેમની રાખવામા આવી છે.






Latest News