મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબી બીઆરસી ભવન ખાતે જ્ઞાનકુંજ તાલીમમાં શિક્ષકોને સાયબર અવેરનેસની તાલીમ અપાઈ


SHARE







મોરબી બીઆરસી ભવન ખાતે જ્ઞાનકુંજ તાલીમમાં શિક્ષકોને સાયબર અવેરનેસની તાલીમ અપાઈ

સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ બોર્ડ આપવામાં આવેલ છે ,જે અંતર્ગત શિક્ષકોની તાલીમમાં ૨૧ મી સદીના ડિજિટલ યુગમાં જીવી રહેલા માનવીને ઇન્ટરનેટની સગવડે અનેક પ્રકારના ડિજિટલ સાધનો એ માણસની જિંદગી અનેક પ્રકારે બદલી નાખી છે. છતાંય ટેકનોલોજી એક બેધારી તલવાર છે.જો એનો વિવેક પૂર્ણ દક્ષતાપૂર્વક એનો ઉપયોગ કરતા ન આવડે તો તે ક્યારેક અનર્થ સર્જતો હોય છે. પરિણામે સમાજમાં આપણે જોઈએ છીએ કે સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે, એવું નથી કે ફક્ત અશિક્ષિત લોકો જ આનો શિકાર બની રહ્યા છે, ભણેલા ગણેલા પણ લાલચ ડર કે આળસના કારણે સાયબર ફ્રોડ નો ભોગ બનતા હોય છે. જે અંતર્ગત સમાજમાં જાગૃતિ આવે તે માટે સાયબર ક્રાઈમ વિભાગ તરફથી એએસઆઈ રજનીકાંતભાઈ કૈલા, કોન્સ્ટેબલ પરાક્રમસિંહ જાડેજા કોન્સ્ટેબલ આકૃતિબેન પીઠવા સહીતની ટીમ દ્વારા શિક્ષકોમાં તથા તેમના વિદ્યાર્થીઓમાં આ પ્રકારની જાગૃતિ આવે તે માટે કૈલા દ્વારા ડિજિટલ અરેસ્ટ, સાઇબર બુલિંગ, ફાઇનાન્સિયલ ફ્રોડ ,ઈમેલ સ્પૂફિંગ, વેબસાઇટ, વોટસએપ વિડીયો કોલ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક દ્વારા ચાલાકી પૂર્ણ રીતે છેતરપિંડી કરીને કઈ રીતે સાયબર ગઠિયાઓ વ્યક્તિને છેતરીને તેને સામાજિક કે આર્થિક નુકસાન પહોંચાડે છે તેની સમાજમાં બની રહેલી ઘટનાઓના ઉલ્લેખ દ્વારા વિશદ છણાવટ કરી હતી.આ તકે બીઆરસી ચિરાગભાઈ આદ્રોજા, સીઆરસી કો-ઓર્ડીનેટર ચેતનભાઇ જાકાસણીયા, ઉમેશભાઈ પટેલ દ્વારા સાઇબર વિભાગનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.






Latest News