મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામ પાસે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







માળીયા (મી)ના વાધરવા ગામ પાસે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામ પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો અને રોડ ક્રોસ કરતો હતો ત્યારે ડમ્પરના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે અકસ્માતના બનાવમાં યુવાને કપાળ, કાન, હાથ અને શરીરે ગંભીર ઇજા હોવાથી તે યુવાનનું  મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલાક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ વાધરવા ગામે રહેતા દિગ્વિજયસિંહ બળવંતસિંહ જાડેજા (45)એ ડમ્પર નં જીજે 36 ટી 7777 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ માળિયા હાઇવે રોડ ઉપર વાધરવા ગામ પાસેથી તેમના નાનાભાઈ નીતિનરાજસિંહ બળવંતસિંહ જાડેજા પોતાનું બાઈક નંબર જીજે 3 એફબી 8735 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ડમ્પરના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માત ના બનાવમાં નીતિનરાજસિંહ જાડેજાને કપાળ, કાન, હાથ અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેનો મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News