મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના હરીપર (કે) નજીક અજાણ્યા શખ્સે તિક્ષણ હથિયારના ઘા ઝીકિને કરી યુવાનની હત્યા


SHARE







મોરબીના હરીપર (કે) નજીક અજાણ્યા શખ્સે તિક્ષણ હથિયારના ઘા ઝીકિને કરી યુવાનની હત્યા

મોરબી આસપાસના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક પાસે રાત્રિ દરમિયાન એકલદોકલ પસાર થતા લોકો ઉપર અવારનવાર હુમલા કરીને લૂંટ જેવી ઘટનાઓ બનતી હોય છે તેવામાં મોરબી નજીકના હરીપર (કેરાળા) ગામ પાસે સીરામીક કારખાના નજીક યુવાન ઉપર અજાણ્ય શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને છાતી, પડખા અને પેટના ભાગે ત્રણ તિક્ષણ હથિયારના ઘા મરવામાં આવ્યા હતા. જેથી તે યુવાનનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવ સંદર્ભે અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ સિયારામ વિટ્રીફાઈડમાં લેબર કોન્ટ્રાક રાખતા કરણસિંહ પૃથ્વીસિંહ નાયક જાતે બજારા (32)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામની વચ્ચે આવેલ આઇકોલક્ષ સીરામીકમાં તેના ભાઈ ઓમપ્રકાશનો લેબર કોન્ટ્રાક્ટ છે અને ત્યાં તેની નીચે કામ કરતા ધર્મેન્દ્રસિંહ લક્ષમણસિંહ બજારા (36) રહે, હાલ આઇકોલક્ષ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં હરીપર (કેરાળા) ગામની સીમ મૂળ રહે. ઉત્તર પ્રદેશ વાળો કામ કરતો હતો જેને તિક્ષણ હથિયારના ઘા ઝીકવામાં આવેલ હતા જેથી તે યુવાનને ગંભીર ઈજા થવાથી તે યુવાનનું મોત થયું હતું જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન આઈકોનલક્ષ સિરામિક કારખાનામાં કામ કરતો હોય તે કારખાનાની બહારના ભાગમાં સીમ વિસ્તારમાં આવ્યો હતો દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા તેના ઉપર તિક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે છાતી, પડખા અને પેટના ભાગે ત્રણ જીવલેણ ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તે યુવાનનું મોત નીપજયું હતું. અને હત્યાના આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીની આસપાસના વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકોને એકલદોકલ પસાર થતા હોય ત્યારે અવારનવાર તેઓને ટાર્ગેટ કરીને તેના ઉપર હુમલા કરવામાં આવતા હોય, લૂંટ કરવામાં આવતી હોય અને રોકડ તેમજ મોબાઈલ પડાવી લેવામાં આવતા હોય આવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવેલ છે ત્યારે આ હત્યા શા માટે કરવામાં આવી છે તેની હકીકત તો જ્યારે આરોપી પકડાશે ત્યારે જ બહાર આવશે.






Latest News