હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે બાઇકને હડફેટે લેતા ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત, બેને ઇજા: લોકોએ બસમાં કરી તોડફોડ


SHARE











હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે બાઇકને હડફેટે લેતા ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત, બેને ઇજા: લોકોએ બસમાં કરી તોડફોડ

હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે ત્રણ યુવાનોને હડફેટે લીધા હતા જેથી રોષે ભરાયેલા લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી આ બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટના પહોંચી હતી અને ઇજા પામેલા ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા અને આ ગુનામાં ત્રણ પૈકીનાં એક યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલા શક્તિનગર પાસે રોડ ઉપરથી પશુઓ રોડ ક્રોસ કરતા હતા જેથી કરીને બાઇક લઈને જઈ રહેલા ત્રણ યુવાનો રોડ સાઇડમાં ઉભેલા હતા. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ખાનગી બસ નંબર એ.આર. 1 ટી 2365 ના ચાલકે તે ત્રણેય યુવાનને હફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તે યુવાનોને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને ત્રણેય યુવાનોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને રોષે ભરેલ લોકો દ્વારા ખાનગી બસમાં તોડફોડ કરવામાં આવી હતી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ જે ત્રણ યુવાનોને ઇજા થઈ છે તે પૈકીના બે યુવાનોને ગંભીર ઈજા થઈ છે. અને અકસ્માતના આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પડ્યો હતો. 

હાલમાં હળવદ પોલીસ સ્ટેશનેથી મળી રહેલ માહિતી મુજબ અકસ્માતના આ બનાવમાં નિલેષ ઉર્ફે ખેંગાર દાજીભાઈ રાઠોડ (18), અનિલ વિહાભાઈ લોદરિયા (18) અને રવિરાજસિંહ ગેલાભાઈ લીબોલા રહે. ત્રણેય સુખપર વાળાઓને ઇજા થયેલ હતી જેથી કરીને તે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને સારવાર દરમ્યાન નિલેષ ઉર્ફે ખેંગાર દાજીભાઈ રાઠોડ (18) નામના યુવાનનું મોત નીપજયું છે જોકે આ બનાવ સંદર્ભે હજુ સુધી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી જેથી કરીને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.






Latest News