મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડ પાસે ટેલર ટાંકાના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







હળવદ માર્કેટ યાર્ડ પાસે ટેલર ટાંકાના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને ટેલર ટાંકાના ચાલકે ડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનોને ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હળવદ માર્કેટયાર્ડ ખાતે રહેતા ઓમારામભાઇ જ્વારારામભાઇ જાંટ (25) નામના યુવાને ટેલર ટાંકો નં. જીજે 6 બીટી 3667 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ પાસેથી તેમનો ભાઈ આસુરામભાઇ પુરારામભાઇ જાંટ  (33) હાલ રહે. હળવદ માર્કેટયાર્ડ મૂળ રહે રાજસ્થાન વાળો જઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેના હવાલા વાળા ટેલર ટાંકાથી તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના ભાઈને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News