મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે ભાઈએ કરેલ મજાકનો ખાર રાખીને યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: છરી-ધોકા વડે માર માર્યો


SHARE







હળવદના માથ ગામે ભાઈએ કરેલ મજાકનો ખાર રાખીને યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: છરી-ધોકા વડે માર માર્યો

હળવદના માથ ગામે રહેતો યુવાનો ભાઈ ગામમાં જ રહેતા એક શખ્સની અવારનવાર મજાક કરતો હતો જે બાબતનો ખા રાખીને યુવાન ઉપર ચાર શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના માથક ગામે રામજી મંદિર પાસે રહેતા શક્તિસિંહ રાજુભાઈ ગોહિલ જાતે કારડીયા રાજપુત (20)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ ગોગજીભાઈ જેતપરા, રવિભાઈ રણછોડભાઈ સડાણીયા, રણછોડભાઈ પોપટભાઈ સડાણીયા અને બાબુભાઈ પોપટભાઈ સડાણીયા રહે. બધા માથક વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ફરિયાદીનો નાનો ભાઈ નિખિલ અવારનવાર આરોપી સુરેશભાઈ જેતપરાની મજાક કરતો હતો જે બાબતનો ખા રાખીને સુરેશભાઈ તથા રણછોડભાઈએ છરી સાથે અને રણછોડભાઈ તથા બાબુભાઈ લાકડાના ધોકા સાથે તેની પાસે આવ્યા હતા અને યુવાન ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે જેમ ફાવે તેમ ગાળો આપીને લાકડાના ધોકા વડે શરીર ઉપર માર માર્યો હતો. તેમજ રવિભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ એન.એમ. ગોસ્વામી ચલાવી રહ્યા છે.






Latest News