મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા નજીક પેટ્રોલ પંપ પાસે ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: એકને ઇજા


SHARE







માળીયા નજીક પેટ્રોલ પંપ પાસે ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: એકને ઇજા

માળીયા નજીક આવેલ પેટ્રોલ પંપ ખાતે ડબલ સવારી બાઈક લઈને બે યુવાન પેટ્રોલ ભરાવવા માટે થઈને જતા હતા ત્યારે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં એક યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને જાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે ટ્રક ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણામાં આવેલ રાખોડિયા વાંઢ વિસ્તારમાં રહેતા ફતેહમામદભાઈ ઈશાભાઈ માલાણી (45)એ હાલમાં ટ્રક નંબર એમએચ 14 કેએ 7465 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતેમનો દીકરો રમજાન અને ભત્રીજાનો દીકરો અક્રમ બાઈક નંબર જીજે 1 ડીજે 5500 લઈને સ્વાગત પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ભરવા માટે થઈને જતા હતા દરમિયાન ટ્રક ચાલકે બેફિકરાયથી વળાંક લેતા ફરિયાદીના દીકરા સહિતના બે યુવાન જે બાઇક ઉપર જતાં હતા જે બાઇકને હડફેટે લીધું હતુ જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના દીકરા તથા ભત્રીજાના દિકરા અક્રમને ઇજાઓ થઈ હતી જેમાં અક્રમને કમરબંને પગ અને સાથળના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને રમજાનને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર આવેલ રોયલ સ્પાની બાજુમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેના પેઇન્ટના નેફામાંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 979 ની કિંમતની દારૂની બોટલ સાથે યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (27) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નં-121 મોરબી મૂળ રહે. માથક વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News