મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

ખેડૂતોને અન્યાય: મોરબી જિલ્લામાં 765 કેવી વીજ લાઈનનું કામ અટકાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સીએમ સમક્ષ માંગ


SHARE







ખેડૂતોને અન્યાય: મોરબી જિલ્લામાં 765 કેવી વીજ લાઈનનું કામ અટકાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સીએમ સમક્ષ માંગ

કચ્છના લકડિયાથી વડોદરા સુધી 765 કેવીની હેવી વીજ લાઇન નાખવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, ખેડૂતોને પૂરું વળતર આવામાં આવી રહ્યું નથી જેથી કરીને પૂરું વળતર આપવાની માંગ સાથે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે તો પણ ખેડૂતોને ન્યાય કરવાને બદલે પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોને ડરાવી ધમકાવીને કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કામને તાત્કાલિક ધોરણે અટકાવવાની મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સીએમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ સીએમને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કેમો૨બી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ ગંભી૨ છે. અને ડ્રગ્સદારૂકેફીપદાર્થોખનીજ ચોરીવ્યાજખોરીમર્ડર વિગેરે જેવી ઘટનાઓ રોજીંદી બની ગયેલ છે. આ જીલ્લામાં સામાન્ય જનતાથી લઈને ખેડૂતો સુધીના લોકો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને પોલીસ તંત્ર લુખ્ખાતત્વો તથા ઉદ્યોગકારોને છાવરી રહ્યું છે. જેથી કરીને ખેડૂતોને ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે.

મોરબી જિલ્લામાંથી સરકાર દ્વારા પાવરગ્રીડ ખાવડા 5- બી ટ્રાન્સમિશન લી. ને 765 કે.વી. લાકડીયાથી વડોદરા સુધીની ટ્રાન્સમિશન લાઈનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અને મો૨બી જિલ્લાના માળીયા તથા હળવદ તાલુકામાંથી આ લાઇન પસાર થાય છે. જેમાં ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી જેથી કરીને ખેડૂતો રજૂઆત કરવા માટે જાય તો કોઈ તેને સાંભળતું નથી અને કામ રોકવા જાય તો પોલીસનો ડર બતાવવામાં આવે છે જેથી ખેડૂતોના ન્યાય માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા આ કામને તાત્કાલીક ધો૨ણે અટકાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો આ કામ તાત્કાલીક ધો૨ણે ત્રણ દિવસમાં અટકાવવામાં નહી આવે તો નાછુટકે તા 22 ના રોજ ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

વધમાં જિલ્લા પ્રમુખે જણાવ્યુ છે કેઆ આંદોલનમાં કાર્યકારી અધ્યક્ષ લલીતભાઈ કગથરાપૂર્વ ધારાસભ્ય પી૨જાદાગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનોજભાઈ પનારામો૨બી જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ભુપેન્દ્રભાઈ ગોધાણીમાળીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજામોરબી માળીયા વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ સંદિપભાઈ કાલરીયાહળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાણા તથા માળીયા તાલુકા વિરોધપક્ષના નેતા અશોકભાઈ કૈલા સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં જુદાજુદા ગામના ખેડૂતો જોડાશે. અને ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે આ કામને તૂતજ બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News