મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના યુવાનને શેર બજારમાં રોકાણ કરીને નફો કમાવી દેવાની લાલચ આપી 13.75 લાખની છેતરપિંડી


SHARE







મોરબીના યુવાનને શેર બજારમાં રોકાણ કરીને નફો કમાવી દેવાની લાલચ આપી 13.75 લાખની છેતરપિંડી

શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચને ભેજાબાજ શખ્સો દ્વારા અનેક લોકોને શીશમાં ઉતારવામાં આવે છે આવી જ રીતે મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં રહેતા યુવાનને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરીને સારો નફો કમામો દેવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેની પાસેથી 13.75 લાખ મેળવી લેવામાં આવ્યા હતા અને તે રકમ પછી આપવામાં આવી ન હતી જેથી કરીને યુવાને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ખાતે ચાર મોબાઈલ નંબર અને પાંચ બેંક એકાઉન્ટના ધારકોની સામે વિશ્વાસધાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં પરીશ્રમ એપાર્મેન્ટ બ્લોક 202 માં રહેતા અને લેબ કોન્ટ્રાકટનો ધંધો કરતાં શૈલેસભાઇ નારણભાઇ ઓધવીયા (40)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વોટસએપ નંબર 87553 38397, 9752049544, 9630105994, 8791103586 તેમજ ઇન્ડુસન્ડ બેંકના એકાઉન્ટ નંબર 258696561890, 258734967984 અને 201029655273 તથા પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટ નંબર 6826002100000704 તેમજ 1016202100000528 ના ધારકોની સામે વિશ્વાસધાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં ડોક્ટર મારવાણીયા સાહેબની હોસ્પિટલ પાસે હતા ત્યારે ગત તા. 20/2/24 થી 6/5/24 સુધીના સમયગાળામાં આરોપીઓએ તેને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી હતી અને તેનો વિશ્વાસ કેળવીને ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરિયાદી પાસેથી સમયંતરે કુલ મળીને 13.75 લાખ રૂપિયા જુદા જુદા બેંક એકાઉન્ટમાં લઈ લીધા હતા અને તે રૂપિયા ફરિયાદીને પાછા આપવામાં આવેલ નથી જેથી કરીને યુવાન સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરવામાં આવી છે માટે તેને હાલમાં મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી.ની કલમ 406, 420 તથા આઇ.ટી. એકટની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ કેસની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.






Latest News