મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દેવગઢ ગામે ઘરમાંથી દારૂની 59 બોટલ સાથે આરોપીની ધરપકડ


SHARE







માળીયા (મી)ના દેવગઢ ગામે ઘરમાંથી દારૂની 59 બોટલ સાથે આરોપીની ધરપકડ

માળીયા (મી)ના દેવગઢ ગામે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી 59 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસને 23,466 ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માળીયા તાલુકાના દેવગઢ ગામે રહેતા આશિષ સવસેટાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 59 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 23,466 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી આશિષ વાલાભાઈ સવસેટા (20) રહે. દેવગઢ તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.કે.બાલાસરા ચલાવી રહ્યા છે

દારૂની સાત બોટલ સાથે એક પકડાયો

ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટીયા પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની સાત બોટલો મળી આવી હતી જેથી પોલીસે 980 ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી શૈલેષ મનસુખભાઈ કાસુન્દ્રા (36) રહે. જબલપુર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News