મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે ગાડી સાઈડમાં લેવા બાબતે ઝઘડો થતાં યુવાનને ધાતુની મૂઠ કપાળમાં મારી: સામસામે ફરિયાદ


SHARE







મોરબીના ખાનપર ગામે ગાડી સાઈડમાં લેવા બાબતે ઝઘડો થતાં યુવાનને ધાતુની મૂઠ કપાળમાં મારી: સામસામે ફરિયાદ

મોરબી તાલુકાના ખાનપર ગામના બસ સ્ટેશન પાસે ગાડી સાઈડમાં લેવા બાબતે બોલાચાલી, ઝઘડો અને મારામારી થઈ હતી ત્યારે બંને પક્ષેથી માથાના ભાગે માર મારવામાં આવ્યો હોવાથી ઇજાગ્રસ્ત પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલી યદુનંદન પાર્ક શેરી નં-2 માં મોમાઈ કૃપા ખાતે રહેતા ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (34)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા રહે. સનાળા બાયપાસ ન્યારા પેટ્રોલ પંપની બાજુમાં વૃંદાવન સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ખાનપર ગામે બસ સ્ટેશન પાસે ફરિયાદીએ આરોપીને તેની ગાડી સાઈડમાં લેવા માટે તેને કહ્યું હતું ત્યારબાદ બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ફરિયાદી યુવાનને ધાતુની મુઠ વડે માથાના કપાળના ભાગે માર્યો હતો અને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલા ઇન્દ્રજીતસિંહ જાડેજાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને કપાળના ભાગે ટાંકા આવ્યા હતા. અને હાલમાં યુવાને દેવેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં સનાળા બાયપાસ રોડે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા (61) એ ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા અને ગજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા રહે. બને યદુનંદન પાર્ક નં-2 મોરબી સનાળા રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેને સાથે ગાડી સાઈડમાં લેવા બાબતે ખાનપર ગામના બસ સ્ટેશન પાસે ઇન્દ્રજીતસિંહ જાડેજાએ બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને ત્યારે ગજેન્દ્રસિંહ જાડેજાએ તેને પકડી રાખ્યા હતા અને ઇન્દ્રજીતસિંહ જાડેજાએ લાકડાના ઘોકા વડે માથામાં તથા શરીરે માર માર્યો હતો અને ગાળો આપી હતી અને માથામાં માર માર્યો હોવાથી માથામાં ઇજા થતાં તેને માથામાં ટાંકા આવ્યા હતા હાલમાં સારવાર લીધા બાદ દેવેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News