મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના મિયાણીમાં ભેંસની ચોરી કરવા આવેલ ગેંગ ગાડી છોડીને છનન્ન, ગુનો નોંધાયો


SHARE







હળવદના મિયાણીમાં ભેંસની ચોરી કરવા આવેલ ગેંગ ગાડી છોડીને છનન્ન, ગુનો નોંધાયો

હળવદના મિયાણી ગામે ભેંસની ચોરી કરવામાં આવી હતી ત્યારે માલધારી જાગી જતા તેણે પડકારતા આરોપીઓ વાહન સ્થળ ઉપર છોડીને નાસી છૂટ્યા હતા જેથી હાલમાં પોલીસે સ્થળ ઉપરથી મળી આવેલ વાહનના ચાલક સહિત તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રૂપાભાઈ છેલાભાઈ ખોડા (29)એ ઇકો ગાડી નંબર જીજે 13 એનએન 6804 ના ડ્રાઇવર તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં ત્યારે જણાવ્યું છે કે, મિયાણી ગામેથી તેઓની ભેંસની પાડી ઇકો ગાડીમાં ચડાવી દીધી હતી અને તેની ચોરી કરીને લઈ જવાની તૈયારીમાં હતા દરમિયાન માલધારીએ તેઓને પડકારતા ઇકો ગાડીને સ્થળ ઉપર છોડીને આરોપીઓ નાસી ગયા હતા જેથી હાલમાં ભોગ બનેલા માલધારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચાલક તથા તેની સાથે તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News