મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી સિવિલના પાર્કિંગમાંથી ચોરી કરેલા બાઇક સાથે આરોપીની ધરપકડ


SHARE







મોરબી સિવિલના પાર્કિંગમાંથી ચોરી કરેલા બાઇક સાથે આરોપીની ધરપકડ

મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરવામાં આવી હતી જે ચોરાઉ બાઈક સાથે વાવડી રોડ ઉપરથી એ ડિવિઝન પોલીસ દ્વારા રીઢા ચોરને પકડવામાં આવ્યો છે અને ચોરાઉ બાઈક પણ તેની પાસેથી કબજે લેવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં નવયુગ સ્કૂલની પાછળના ભાગમાં આવેલ વિઠ્ઠલનગર બ્લોક નં-56 માં રહેતા રાજનભાઈ અરૂણભાઇ સાવલિયા (27) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં તેને પોતાનું બાઈક નંબર જીજે 3 ડીએફ 0477 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી દરમિયાન એ ડિવિઝન પોલીસ વાવડી રોડ ઉપર આવેલ કપિલા હનુમાન મંદિર પાસે હતી ત્યારે ત્યાંથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને નીકળેલા શખ્સને રોકીને તેની પાસેથી બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા ત્યારે તેની પાસે બાઈકના કાગળો ન હતા અને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોકેટ કોપથી સર્ચ કરવામાં આવતા આ બાઇક ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની વધુ પૂછપરછ કરતા આ બાઈક તેણે સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં પોલીસે ચોરાઉ બાઈક સાથે આરોપી પ્રકાશ ચંદુભાઈ નગવાડીયા રહે. ચીખલી તાલુકો માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ અગાઉ જુગાર, ચોરી, દેશી દારૂ, મારામારીના ગુનામાં પકડાયો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.






Latest News