મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વહીવટીતંત્ર-દીપક ફાઉન્ડેશન વચ્ચે બિન નાણાકીય સમજૂતી કરાર કરાયો


SHARE







મોરબી જિલ્લા વહીવટીતંત્ર-દીપક ફાઉન્ડેશન વચ્ચે બિન નાણાકીય સમજૂતી કરાર કરાયો

સરકારી યોજનાઓના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને તેનો લાભ મળી રહે તે માટે મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને દીપક ફાઉન્ડેશન વચ્ચે બિન નાણાકીય સમજૂતી કરાર માટેનો કાર્યક્રમ હોટેલ રેજેટા ઈન માં રાખવામા આવેલ હતો જેમાં મોરબીના કલેક્ટર કિરણ ઝવેરી, તેમજ ડીઆરડીએના અધિકારી નવલદાન ગઢવી હાજર રહ્યા હતા અને વહીવટીતંત્ર અને દીપક ફાઉન્ડેશન વચ્ચે સંગાથપ્રોજેકટ માટે બિન નાણાકીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

દીપક ફાઉન્ડેશન એ ૧૯૮૨ થી સ્થપાયેલ એક સામાજિક સંસ્થા છે, જે સર્વગ્રાહી વિકાસ માટે વંચિત અને પહોંચ બહારના સમુદાયો સુધી તેઓના સશક્તિકરણ કરવા માટે ભારતના પાંચ રાજ્યો (ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા) માં કાર્યરત છે. ફાઉન્ડેશન મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ૧૧ ગામોમાં શરુઆત કરી હાલમાં કુલ ૫ તાલુકાનાં લગભગ ૫૦ ગામોમાં સરકારી યોજનાઓ વિશે જાગૃતતા અને તેની સેવાઓની પહોંચ વધારવાનું કામ પ્રોજેક્ટ સંગાથના ભાગરૂપે કરી રહેલ છે. અને વર્ષ ૨૦૨૦થી શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની ૩૫ હજારથી વધુ અરજીઓ આવી હતી જેમાંથી ૩૪ હજાર કરતાં વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે અને તેના થકી લાભાર્થીઓને ૧૦.૨૯ કરોડ રૂપિયાના લાભ મળેલ છે.

આ પ્રસંગે કલેકટર કિરણ ઝવેરીએ ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારી યોજનાઓની જાગૃતિ અને તેને મેળવવા માટે સુલભતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તમને ફાઉન્ડેશનના આ સક્રિય અભિગમની પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ અભિગમ સમુદાયો માટે ખુબજ મૂલ્યવાન બની રહેશે. આ કાર્યક્રમમાં ડીઆરડીએ એન.એસ.ગઢવી તેમજ જિલ્લાના અન્ય વિભાગોના સરકારી અધિકારીઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દીપક ફાઉન્ડેશનના રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગના વડા શ્રીમતી સ્મિતા મણિયાર અને ફાઉન્ડેશનના અન્ય કર્મચારીગણ તેમજ "સંગાથ" પ્રોજેકટ અંતર્ગત જુદી જુદી યોજનાઓનો લાભ મેળવનારા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News