મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે તરૂણ-મોટીબરાર ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત


SHARE







માળીયા (મી)ના મોટાભેલા ગામે તરૂણ-મોટીબરાર ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત

માળિયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયેલ તરુણ પાણીમાં ડૂબી ગયો હતો આવી જ રીતે મોટી બરાર-જસાપર ગામ ના તળાવમાં યુવાન ન્હાવા માટે ગયો હતો તે બંને પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેના બોડીને માળીયા (મી)ની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્મૃત મૃત્યુના બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજુબ માળીયા (મી)ના મોટાભેલા ગામે રહેતા નાથાભાઈ ખાંભલીયાનો 17 વર્ષનો દીકરો પિયુષ ખાંભલીયા મોટાભેલા ગામે આવેલા તળાવમાં ન્હાવા માટે થઈને ગયો હતો અને ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તે તળાવમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે માળિયા તાલુકાના મોટી બરાર-જસાપર ગામના તળાવમાં ન્હાવા માટે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી અને હાલ જસાપર ગામે રહેતો વિષ્ણુભાઈ રવિન્દ્રભાઈ ભીલ (18) નામનો યુવાન ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News