ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિમેદારનું હાર્ટ એટેકથી મોત થતાં કંપનીએ હાથ ઊંચા કરી દીધા બાદ ગ્રાહક કોર્ટનો વીમો ચૂકવવા આદેશ


SHARE







મોરબીમાં વિમેદારનું હાર્ટ એટેકથી મોત થતાં કંપનીએ હાથ ઊંચા કરી દીધા બાદ ગ્રાહક કોર્ટનો વીમો ચૂકવવા આદેશ

મોરબીના રહેવાસી રાજુભાઇ બચુભાઇ ચૌહાણનું હાર્ટએટેકથી મૃત્યુ થતા તેણે મોતીલાલ ઓસવાલ હોમ ફાઇન્સ લી. પાસેથી મકાન લોન લીધેલી તેમના મૃત્યુ પછી તેમના પત્ની વહીદાબેન ચૌહાણ વીમા કંપની આઇ.સી.આઇ.સી. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સમાં તમામ કાગળો રજુ કરેલ પણ વીમા કંપનીએ વીમાની રકમ ચુકવવાની ના પાડતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં જતાં કોર્ટ વહીદાબેનને 7 લાખ અને ખર્ચના પાંચ હજાર તા.20/2/23 થી 6 ટકા લેખે ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે મોરબીના રહેવાસી રાજુભાઈ બચુભાઈ ચૌહાણે મકાન લેવા માટે મોતીલાલ ઓસવાલ હોમ ફાઇન્સ લી. પાસે થી રૂપિયા સાત લાખની લોન લીધેલ મકાન નો વીમો આઇ.સી.આઈ.સી. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ નો હતો હવે રાજુભાઇનુ મૃત્યુ તા. ૨૬/૧૦/૨૧ નાં રોજ હાર્ટ એટેકથી મૃત્યુ થતાં મરનારનાં ધર્મ પત્ની વહીદાબેને તમામ કાગળો વીમા કંપનીને આપેલ છે પરંતુ વીમા કંપનીએ એવુ કારણ આપેલ કે હાર્ટ એટેક થી મૃત્યુ થાય તો વીમો મળે નહી આવુ કારણ આપી ગ્રાહકને અન્યાય કર્યો હતો જેથી કરીને વહીદાબેને મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં જતાં કોર્ટ એવુ જણાવેલ કે વીમાની પોલીસી ચાલુ હતી વીમા ગ્રાહક નુ મૃત્યુ થાય એટલે વીમા કંપનીએ રકમ ચુકવવી જોઇએ અને આઇ.સી.આઇ.સી. લોમ્બર્ડ વીમા કંપનીને વહીદાબેનને રૂપિયા 7 લાખ તેમજ 5 હજાર 6 ટકાના વ્યાજ સાથે તા. 20/2/23 થી ચુકવવાનો હુકમ કરેલ છે.






Latest News