ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં નાના રામપર ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખને હોદ્દા ઉપરથી હટાવવા આદેશ


SHARE







ટંકારા તાલુકાનાં નાના રામપર ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખને હોદ્દા ઉપરથી હટાવવા આદેશ

ટંકારાના નાના રામપર ગામે આવેલ સેવા સહકારી મંડળીના પ્રમુખ સામે ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી હતી કે પ્રમુખે મંડળીની ઓફિસ માટે પોતાનું જ મકાન તેમજ ખાતર, દવા અને બિયારણ રાખવા માટે પોતાનું જ ગોડાઉન ભાડે આપેલ હતું અને તે ભાડાની કમાણી કરવા ઉપરાંત પોતાના પુત્રને મંડળીના મંત્રી તરીકે નોકરીએ રાખી મંડળીના અન્ય સભ્યોને અંધારામાં રાખવામાં આવેલ હતા જેથી જીલ્લા રજિસ્ટ્રાર દ્વારા રજૂઆત અને ફરિયાદને ધ્યાને લઈને હાલમાં મંડળીના પ્રમુખને હોદા ઉપરથી દૂર કરવા હુકમ કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના નાના રામપર ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ રણુભા આલુભા ઝાલા સામે રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હતી જેથી કરીને જીલ્લા રજિસ્ટ્રાર દ્વારા પ્રમુખને નોટિસ આપવામાં આવી હતી અને ખુલાસા પૂછવામાં આવ્યો હતો ત્યાર બાદ નાના રામપર મંડળીના પ્રમુખ રણુભા આલુભા ઝાલા મંડળીના વ્યવસ્થાપક સમિતિના મુખ્ય જવાબદાર વ્યક્તિ હોવા છતાં પોતાનું અંગત હિત ધ્યાને રાખીને પોતાનું જ મકાન મંડળીને ઓફિસ માટે અને પોતાનું જ ગોડાઉન મંડળીને ભાડે આપીને ભાડું લીધું હતું આટલું જ નહીં તેના દીકરાને મંડળીના મંત્રી તરીકે નિમણુંક આપી પગાર ભથ્થા અંગે કોઈ ઠરાવ સ્પષ્ટતા કરી ન હતી જેથી આ બાબતોને ધ્યાને રાખીને જીલ્લા રજિસ્ટ્રાર બી.એન.પટેલ દ્વારા નાના રામપર સેવા સહકારી મંડળીના પ્રમુખને હોદ્દા ઉપરથી દૂર કરવાનો હુકમ કરેલ છે.






Latest News