મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રોયલ રાસોત્સવ-2024 નું આયોજન


SHARE







મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રોયલ રાસોત્સવ-2024 નું આયોજન

મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે રોયલ રાસોત્સવ 2024નું દાંડીયા વિથ ડીનરનું ભવ્ય, દિવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. તા. 16/10/2024, બુધવાર ને શરદ પૂનમ નાં રોજ આ રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ લાડલી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત તથા આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં વર્સેટાઈલ સિંગર કૌશલ પીઠડીયા તથા ગોતિલો (ખલાસી) ગીત નાં co - Singer દીપાલી વ્યાસ પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે. તથા ડિનર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે તેમજ રાત્રિ નાં 9-15 થી ગરબા ની રમઝટ શરૂ થશે.  ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ અપાયું છે. આ કાર્યક્રમમાં પ્રવેશ માટેના પાસ શ્રીજી કીડ્સ- શીવ- શક્તિ આર્કેડ, HDFC બેંક પાસે, શક્તિ પ્લોટ મેઈન રોડ મોરબી, સેલ્લ્યુલર વર્લ્ડ,ઓમશાંતી કોમ્પલેક્ષ, બીજો માળ, આનંદ સ્ટેશનરી પાસે, રવાપર રોડ મોરબી, પુજારા ટેલિકોમ સરદાર બાગ પાસે, શનાળા રોડ મોરબી ભોજાણી સ્ટોર પરા બજાર, મોરબી, જય જલારામ ટ્રેડિંગ કું.- શ્રી સદગુરુ ટ્રેડર્સ, ગાંધી ચોક ખાતેથી મેળવવાના રહેશે.






Latest News