મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા પાસેથી બે ટન લોખંડના સળિયાની ચોરી કરનારા આરોપીની ધરપકડ


SHARE













માળીયા (મી)ના મોટા દહીસરા પાસેથી બે ટન લોખંડના સળિયાની ચોરી કરનારા આરોપીની ધરપકડ

માળીયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામ પાસે નવલખી રોડ ઉપર બાલાજી હોટલની પાછળના ભાગમાં આવેલ શ્રીજી શિપિંગના પ્લોટમાંથી લોખંડના બે ટન સળિયાની ચોરી કરવામાં આવી હતી જે બનાવો સંદર્ભે હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે જેના આધારે પોલીસે ચોરાઉ મુદામાલ તેમજ એક છોટા હાથી આમ કુલ મળીને 1.95 લાખના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ સદાશિવ ગેસ્ટ હાઉસ ખાતે રહેતા અને શ્રીજી શિપિંગમાં નોકરી કરતા આરીફભાઈ શબ્બીરઅહેમદ ચૌધરી (37)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણભાઈ રામજીભાઈ કંઝારીયાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મોટા દહીસરા ગામ પાસે બાલાજી હોટલની પાછળના ભાગમાં શ્રીજી શીપિંગના પ્લોટમાં અલગ અલગ સાઈઝના લોખંડના સળિયા કાપીને રાખવામાં આવ્યા હતા જે બે ટન વજનના લોખંડના સળિયાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 95 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી પ્રવીણભાઈ રામજીભાઈ કંઝારીયા (37) ધંધો સેન્ટીંગ કામ રહે. ધુવાવ તાલુકો જામનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ સળિયા ઉપરાંત એક છોટા હાથી નંબર જીજે 20 એક્સ 5192 જેની કિંમત એક લાખ આમ કુલ મળીને 1.95 લાખના મુદામાલ સાથે પોલીસે આરોપીને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News