ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભરવાડ વાસમાં રહેતા આધેડને ઘરે હતા ત્યારે પરસેવો વળવા લાગ્યો હતો અને છાતીમાં બળતરા થવા લાગી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ અટેકના કારણે આધેડનું મોત થયું હોય તેવું સામે આવ્યું હતું જે અંગેની મોરબી તાલુકા પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભરવાડ વાસમાં રહેતા ખોડાભાઈ જગાભાઈ પાંચિયા જાતે ભરવાડ (49) પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને શરીરે પરસેવો વળવા લાગ્યો હતો અને છાતીમાં બળતરા અને દુખાવો થતો હતો જેથી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના કારણે આધેડનું મોત થયું હોય તે અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News