મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલોના ગુનામાં એક સપ્તાહમાં ૩૩ માંથી માત્ર ૧ આરોપી પકડાયો !


SHARE







વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલોના ગુનામાં એક સપ્તાહમાં ૩૩ માંથી માત્ર ૧ આરોપી પકડાયો !

વાંકાનેર તાલુકામાં આવેલા ખંભાળા ગામે પીઆઇ ઉપર અકે સપ્તાહ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો જેની પીઆઇએ ૫ મહિલા સહિત ૩૩ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા જો કે, આ ગુનામાં એક સપ્તાહ પછી પણ પોલીસે માત્ર એક જ આરોપીને પોલીસ પકડી શકી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે હાલમાં પોલીસ હવામાં હવાતિયા મારી રહી છે

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભાળા ગામે પવનચક્કી નાંખવાની હોય તે બાબતે ગત તા ૨૩/૧૦ ના રોજ અરજી આવી હતી અને ત્યાં પવનચક્કી નહીં નાંખવા બાબતે સામેના પક્ષ તરફેથી વિવાદ ચાલી રહ્યો હોય અરજીની તપાસમાં પીઆઇ બી.જી.સરવૈયા અને તેનો સ્ટાફ ગયો હતો ત્યારે સામેના પક્ષ દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. અને પીઆઇ સહિતનાને માર માર્યો હતો જે બનાવની વાંકાનેરના પીઆઇ બટુકસીહ ગુમાનસીહ સરવૈયા (ઉ.૫૮)એ તા ૨૪/૧૦ ના રોજ રમેશભાઇ હઠાભાઇ, મોના જીવણ, ગોપાલ મોના, મોમ જીવણ, કાના હમીર, તેજા જીવણ, ગુણા મોમ, રામા ઉર્ફે ઉકો તેજા, ગુણા મોના, ધના થોભણભાઇ, માંધા ભારાભાઇ, રમેશ મશરૂભાઈ, મૈયા પાચાભાઈ, છેલા ધારાભાઈ, વરવા પાંચાભાઇ, રાજુ ધારા, ભુપત ભલા, બાબુ ભલા, બાલા કારા, જગા હમીર, છેલા મુળા, પાયા મુળા, રણછોડ મોના, જીતા મોમ, નાનુ થોભણ તથા ત્રણેક અજાણ્યા પુરૂષ અને પાંચેક અજાણી મહિલો રહે. બધા ખાંભાળા આમ કુલ મળીને ૩૩ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાથી એક સપ્તાહ પછી એટલે કે આજ દિવસ સુધીમાં મોરબી જિલ્લાની તમામ મોટી બ્રાંચો અને સ્થાનિક પોલીસ મળીને માત્ર એક જ આરોપી ઝાલાભાઈ માલાભાઈ ગમારાને પકડી શકેલ છે ત્યારે પોલીસ અધિકારી ઉપર હુમલો કરનારા શખ્સો અને મહિલાઓ ભૂગર્ભમાં ઉતારી ગયેલ છે કે પછી પોલીસનું કૂણું વલણ છે તેવા પોલીસની કામગીરી સામે જ સવાલ ઊભો થયા છે






Latest News