ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાંથી ચોરી કરેલ ત્રણ કિલો ચાંદી પોલીસે આરોપી પાસેથી કબજે કરી


SHARE











હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાંથી ચોરી કરેલ ત્રણ કિલો ચાંદી પોલીસે આરોપી પાસેથી કબજે કરી

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં અજાણ્યા શખ્સ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જે ગુનામાં આરોપીને પકડવામાં આવેલ છે અને આ આરોપીની પાસેથી પોલીસે હાલમાં ચોરીમાં ગયેલ ત્રણ કિલો ચાંદી રિકવર કરેલ છે.

મોરબીમાં ઉમાટાઉનશીપની બાજુમાં આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા જાતે દરબાર (32) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે હતી જેમાં જણાવ્યુ હતું કેચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને મંદિરના દરવાજાના તાળા ને તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં રાખવામાં આવેલ ચાંદીના બે છત્તર જેનો કુલ વજન ત્રણ કિલો જેટલો થાય છે તે 75 હજાર રૂપિયાની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરવામાં આવેલ છે જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને તેવામાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.એનસિસોદીયા અને હરવિજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે આરોપી રાકેશ ઉર્ફે રાજૂ રેસિંગભાઈ રાઠવા રહે. જરખડી ફળિયા ડોલરિયા ગામ છોટા ઉદેપુર વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ કુલ ત્રણ કિલો ચાંદી નો મુદામાલ રિકવર કરેલ છે.






Latest News