ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ગુમ


SHARE







મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ગુમ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેની કરીને યુવતીની માતા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્ક શેરી નં-2 માં રહેતા ગીતાબેન સુરેશભાઈ ભલસોડ જાતે પ્રજાપતિ (45)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી ઉષાબેન ગુમ થયેલ હોય ગુમસુધા ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છેકે, ગત તા. 17/9/2024 ના બપોરના 2:00 વાગ્યાના અરસામાં તેની દીકરી ઉષાબેન સુરેશભાઈ ભલસોડ (21) ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ યુવતીની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં માર્કેટયાર્ડ સામે આવેલ બજરંગ સોસાયટીમાં ગુરુકૃપા એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરેન્દ્રભાઈ વસંતભાઈ ભીમાણી (36) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના મહેન્દ્રપરા શેરી નં- 15માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુભાઇ વાસુદેવભાઈ મકવાણા (55)ને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News