મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર તાલુકામાં જુગારની ચાર રેડ: એક મહિલા સહિત 11 વ્યક્તિ જુગાર રમતા પકડાયા


SHARE











મોરબી-વાંકાનેર તાલુકામાં જુગારની ચાર રેડ: એક મહિલા સહિત 11 વ્યક્તિ જુગાર રમતા પકડાયા

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ રામવિલાસ સોસાયટીના ગેટ પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા એક મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 45,500 ની રોકડ સાથે તમામની ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમમાં રામવિલાસ સોસાયટીના ગેટ પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભાણજીભાઈ જેઠાભાઈ ધધાંણીયા (54), હનીફભાઈ આદમભાઈ રતનિયા (38), અનંતભાઈ વેલજીભાઈ વરમોરા (42), બાબાભાઈ સલેમાનભાઇ રતનિયા (25), મનસુખભાઈ જેઠાભાઈ ધધાંણીયા (43), રાકેશભાઈ મોહનભાઈ ભાડજા (39) અને મધુબેન દિલીપભાઈ પાટડીયા (42) રહે બધા મોરબી તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 45,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર
મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાના પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે વરલીના આંકડા લેતા રામનિવાસ રમેશભાઈ યોગી (36) રહે. હાલ રંગપર ગામની સીમ વેન્ટો કારખાના પાસે ઝૂંપડામાં મૂળ રહે મધ્યપ્રદેશ વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 370 ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસે માટેલ રોડ ઉપર અમરધામ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા રાજભાઈ રામેશ્વરભાઈ ચાકરે (27) રહે. મિલ પ્લોટ નવજીવન સોસાયટી સરકારી ગોડાઉન પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 750 ની રોકડ કબજે કરવામાં આવી છે

જુગાર
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો કારખાના સામે બાવળની જાળીમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અલ્પેશભાઈ ગિરધરભાઈ વરાણીયા (27) અને  હિતેશભાઈ પ્રભુભાઈ વાઘેલા (45) રહે. બંને વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 550 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News