મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીની સરકારી શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયાનું રાજ્યપાલ-મુખ્યમંત્રીએ કર્યું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન


SHARE







મોરબીની સરકારી શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયાનું રાજ્યપાલ-મુખ્યમંત્રીએ કર્યું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ આયોજીત રાજ્ય કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકનું અમદાવાદ ટાગોર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા શિક્ષકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને બ્રાસ પ્લેટ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારે મોરબીના ખાખરાળાના વતની અને હાલ નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રાથમિક શાળાના શિક્ષણમાં ઇનોવેટીવ અને ગમ્મત સાથે જ્ઞાન આપનાર તથા સરકારી શાળા શ્રેષ્ઠ શાળાને ચરિતાર્થ કરનાર અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાને પણ ઈનામ આપવામાં આવ્યું હતું. અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનીત કરવામાં આવ્યું હતા અને ૫૧.૦૦૦ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શિક્ષણ સચિવ મુકેશકુમાર, GCERT નિયામક એમ.આઈ. જોષી, ગુજરાત પાઠયપુસ્તક મંડળના સભ્યો તથા એવોર્ડી શિક્ષક પરીવાર ઉપસ્થિત રહ્યા હતા






Latest News