મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપરથી શહેરમાં આવવાના રસ્તા ઉપરનું 40 વર્ષ જુનુ પુલિયું તૂટ્યું


SHARE







મોરબીના લીલાપરથી શહેરમાં આવવાના રસ્તા ઉપરનું 40 વર્ષ જુનુ પુલિયું તૂટ્યું

મોરબીના લીલાપર ગામથી શહેરમાં આવવા માટેના મુખ્ય રોડ ઉપર જે પુલિયું આવેલું છે તે વર્ષો જૂનું પુલિયું ગઇકાલે બપોરના સમયે કોઈ કારણોસર ફૂટી ગયું હતું જેથી કરીને ગામમાંથી શહેર તરફ આવવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે અને આ અંગેની જાણ થતા કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અત્રે ઉલેખનીય છે, મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ રસ્તા તૂટી ગયા છે જોકે પુલ કે પુલિયા તૂટ્યા હોય તેવી કોઈ ઘટના બની ન હતી પરંતુ ગઇકાલે બપોરના સમયે મોરબીના લીલાપર ગામથી મોરબી શહેરમાં આવવા માટેનો મુખ્ય રસ્તો છે તે રસ્તા ઉપર યદુનંદન ગૌશાળા પાસે જે 40 વર્ષ જૂનું પુલિયું આવેલું છે તે પુલિયું કોઈ કારણોસર તૂટી પડ્યું હતું જો કે, સદનસીબે ત્યારે ત્યાં ટ્રાફિક ન હોવાથી કોઈ અકસ્માતનો બનાવ બનેલ નથી પરંતુ આ અંગેની જાણ થતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી. મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, સહિતના ત્યાં દોડી આવ્યા હતા અને લીલાપર ગામથી મોરબી શહેરમાં અવરજવર કરી શકાય તે માટેનો વૈકલ્પિક રસ્તો ચાલુ કરવા માટેની કવાયત હાથ ધરી હતી.






Latest News