મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે માથું અથડાતાં યુવાનનું મોત


SHARE







ટંકારાના છતર પાસે બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે માથું અથડાતાં યુવાનનું મોત

રાજકોટના બેડી યાર્ડ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ-5 માં રહેતો યુવાન બાઈક લઈને ટંકારા રાજકોટ રોડ ઉપર આવેલ છતર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું અને યુવાનનું માથું રોડના ડિવાઇડર સાથે અથડાયું હતું જેથી કરીને યુવાનને માથામાં અને શરીર ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ નજીક આવેલ બેડી યાર્ડ સામે ઇન્દ્રપ્રસ્થ-5 માં રહેતા મનસુખભાઈ દેવરાજભાઈ જેઠા જાતે આહિર બોરીચા (48) રાજકોટ ટંકારા હાઈવે રોડ ઉપર આવેલ છત્તર ગામ પાસે પોલિપેકના કારખાનાની બાજુમાંથી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું બાઈક નંબર જીજે 3 સીજી 8274 રોડ ઉપર સ્લીપ થયું હતું જેથી મનસુખભાઈનું માથું ડિવાઈડર સાથે અથડાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી. જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ બાબુભાઈ દેવરાજભાઈ જેઠા જાતે આહિર બોરીચા (47) રહે. ઇન્દ્રપ્રસ્થ-5 બેડી રાજકોટ વાળાની ફરિયાદ લઈને પોલીસ મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનને માર માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા પંકજભાઈ દેવજીભાઈ વાઘેલા (43) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઈ સુંદરજીભાઈ સાવરીયા (80) નામના વૃદ્ધ તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેઓના ઘર નજીક આવેલ સ્કૂલ પાસે બાઈકમાંથી પ્રેમજીભાઈ પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News