મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયાના સરવડ આરોગ્ય કેન્દ્ર ખાતે અડધી રાતે સફળ પ્રસૂતિ કરાઈ


SHARE







માળીયાના સરવડ આરોગ્ય કેન્દ્ર ખાતે અડધી રાતે સફળ પ્રસૂતિ કરાઈ

માળીયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રે ૧૨:૨૦ કલાકે આરોગ્ય સ્ટાફ દ્વારા સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. માળિયા વાડા વિસ્તારમાં રહેતા સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેમને સી.એચ.સી. માળિયાના બિલ્ડિંગમાં આશરે ૨ ફુટ જેટલું પાણી ભરાયું હોવાથી પુરના પાણી વચ્ચેથી સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં સગર્ભા બેનને રાતે ૧૧.૩૦ વાગ્યે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ આશાબહેન દ્વારા સરવડ આરોગ્ય કેન્દ્રમાં લઈ આવી દાખલ કરવામાં આવ્યા હતા. જે સગર્ભા બહેનની પ્રાથમિક આરોગ્ય સરવડ ખાતે  ૨૭ ના રોજ રાત્રે ૧૨:૨૦ વાગ્યે  આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. અક્ષય સુરાણી અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયનું બાળકનું વજન ૨.૮ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.






Latest News