મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં લોખંડના સળિયા ખરીદીને આપેલ ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કૈદ ડબલ રકમનો દંડ ફટકારતી કોર્ટ


SHARE







મોરબીમાં લોખંડના સળિયા ખરીદીને આપેલ ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કૈદ ડબલ રકમનો દંડ ફટકારતી કોર્ટ

મોરબી લાતી પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ એમ.રાજ એન્ટરાપ્રાઇઝના પ્રોપ્રાયટર મોઈઝભાઈ અકબરઅલીભાઈ લોખંડવાલા રહે.મોરબી વાળા પાસેથી મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ખાતે રહેતા અલ્તાફ અબ્દુલભાઈ ઓડીયાએ ઉધારમાં ટીએમટી લોખંડના સળીયાની ખરીદી કરી ખરીદ કરેલ માલની રકમ રૂા.૨,૫૮,૪૧૦ ચૂકવવા ચેક આપેલ જે ચેક રીટર્ન થતા ફરીયાદી મોઈઝભાઈ લોખંડવાલાએ તેમના એડવોકેટ ચિરાગભાઈ કારીઆ મારફત ચેક પરત ફર્યાની અને ચેકની રકમ વસુલ આપવા અંગેની નોટીસ આપવા છતા આરોપી અલ્તાફ અબ્દુલભાઈ ઓડીયાએ ફરીયાદીને નિયત સમયમાં ચેકની રકમ ન ચૂકવતા ફરીયાદીએ આરોપી અલ્તાફ અબ્દુલભાઈ ઓડીયા સામે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એકટની કલમ ૧૩૮ અન્વયે ફોજદારી કેસ દાખલ કર્યો હતો.જે કેસ શ્રી મોરબીના મહે.એડિ.ચીફ જયુડી.મેજી. ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ રૂા.૨,૫૮,૪૧૦ ની બમણી રકમ એટલેકે રૂ.૫,૧૬,૮૨૦ નો દંડ તથા દંડની રકમમાંથી ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વાર્ષિક વ્યાજ સહિતની રકમ ચૂકવવાનો હુકમ ફરમાવેલ છે. ફરીયાદી વતી એડવોકેટ ચિરાગભાઈ દુષ્યંતભાઇ કારીઆ તથા રવિભાઈ કિશોરભાઈ કારીયા રોકાયેલ હતા.






Latest News