રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સેમીનાર યોજાયો


SHARE











ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સેમીનાર યોજાયો

મોરબી જિલ્લાના ડીડીઓ જે.એસ.પ્રજાપતિની સૂચના મુજબ ડીપીઇઓ નમ્રતાબેનના માર્ગદર્શન હેઠળ ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં જેમાં N.M.M.S અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં ટોપર આવેલ અલગ અલગ શાળાના કુલ 57 વિદ્યાર્થીઓએ તેઓના વાલીઓ સાથે ભાગ લીધો હતો. જેમાં NTSE,પ્રતિભા/પ્રખરતા શોધ પરીક્ષા, IIT ENTRANCE EXAM, તથા તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ બાબતે અનુક્રમે NMMSની પરીક્ષા વિશે શૈલેષભાઈ સાણજા, NTSE પરીક્ષાનું માર્ગદર્શન ભાવેશભાઈ સંઘાણી, પ્રખરતા શોધ કસોટી અને સામાન્ય પ્રવાહ અલ્પેશભાઈ પૂજારા, જ્ઞાન સાધના અને વિજ્ઞાન પ્રવાહ  ચેતનભાઈ ભાગિયાએ PPT સાથે સમજ આપી હતી. અંતમાં દિપેશભાઈ જોશીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા તથા બી.આર.સી કોર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઢેઢી કૌશિકભાઈ અને ભાવેશભાઇ દેત્રોજાએ હતું






Latest News