મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

હળવદની સરા ચોકડી યુવાન સાથે રિક્ષા અથડાવીને ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE











હળવદની સરા ચોકડી યુવાન સાથે રિક્ષા અથડાવીને ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી

હળવદની સરા ચોકડી પાસે ફરસાણની દુકાન નજીક ઉભેલા યુવાનની સાથે રીક્ષા ચાલકે રિક્ષા અથડાવ્યા બાદ તેની સાથે બોલાચાલી કરી હતી અને યુવાનનો શર્ટનો કોલર પકડીને ઝપાઝપી કરી હતી ત્યાર બાદ તેના પગ ઉપર રિક્ષાનું વ્હીલ ચડાવી દીધું હતું અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદ શાકમાર્કેટ સામે મામાના ચોરે રહેતા અંકિતકુમાર સતપાલ શર્મા જાતે બ્રાહ્મણ (23) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ મેપાભાઇ ભરવાડ રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદની સરા ચોકડી પાસે આવેલ જૈનમ સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાન પાસે તે ઉભો હતો ત્યારે આરોપીએ તેની રીક્ષા તેની સાથે અથડાવી હતી અને ત્યારબાદ રીક્ષા ચાલકે બોલાચાલી કરીને યુવાનને ગાળો આપી હતી તેમજ યુવાનનો કોલર પકડીને શર્ટ ખેંચી તેની સાથે ઝપાઝપી કરી હતી અને ત્યાર બાદ તેના પગ ઉપર રિક્ષા ચડાવી દઈને તેને ઇજા કરી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર નજીક વાડી વિસ્તારમાં રહેતા બેચરભાઈ રામજીભાઈ પરમાર (68)ને અવની ચોકડી પાવઠાની વાડી ચોકિયા હનુમાન પાસે અકસ્માતમાં બનાવમાં ઈજા થયેલી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિછિ કરડી જતાં સારવારમાં
માળિયા મિયાણા તાલુકાના ઘાટીલા ગામે રહેતા નંદુભાઈ રાઠવાના ત્રણ વર્ષના દીકરા અંકુરને વાડી વિસ્તારમાં હતો ત્યારે ત્યાં વીંછી કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા. ત્યા સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News