મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાંથી કરવામાં આવેલ ટ્રકની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાંથી કરવામાં આવેલ ટ્રકની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબી શહેરમાંથી ટ્રકની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતી જેના આધારે આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લામાં થયેલ ચોરીના વણઉકેલાયેલ ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે તેવામાં મોરબી શહેરમાંથી ટ્રકની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પહેલા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ.પી. પંડ્યાના માર્ગદશન હેઠળ ટીમ કામ કરી રહી છે ત્યારે પીએસઆઈ વી.એન.પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના જીજ્ઞાસાબેન કણસાગરા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા અને વિક્રમભાઈ રાઠોડને બાતમી મળી હતી કે, વર્ષ 2018 માં કરવામાં આવેલ ટ્રક ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી નવરત્ન ઉર્ફે નોરતો હનુમાનજી ચોકીદાર (33) રહે.મૂળ ઇટાવડા રાજસ્થાન વાળો હાલ અમદવાદના ઓગણજ સર્કલ પાસે છે જેથી ત્યાંથી તેને પકડીને મોરબી લઈ આવીને ધોરણસરની કાર્યવાહી કરી હતી અને આ આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે.






Latest News