મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે ખોખરા હનુમાન ખાતે ભાગવત કથાનું આયોજન


SHARE







મોરબીમાં કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે ખોખરા હનુમાન ખાતે ભાગવત કથાનું આયોજન

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામમાં સદ ગુરુદેવ કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે શ્રીમદ ભાગવતકથાનું આયોજન કરવામાં આવેલ છે. અને આ કથા આગામી સપ્ટેમ્બર મહિનાની 19 તારીખે યોજાશે.

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગામી તા .૧૯ થી ૨૫ સપ્ટેમ્બર સમર્થ ગુરુદેવ કેશવાનંદબાપુના સમાધિના ૨૫ મા વર્ષ (રજત જયંતિ) ના ઉપલક્ષ્યમાં ગુરુદેવની ઇષ્ટ ભૂમિ સીતારામ બાપુની કર્મભૂમિ તથા કેશવાનંદબાપુના કૃપાપાત્ર મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીની પરમાર્થ ભૂમિમાં પિતૃમોક્ષના દિવસો શ્રાદ્ધપક્ષમાં તા.૧૯ સપ્ટેમ્બર ભાદરવા વદ એકમથી તા.૨૫ સપ્ટેમ્બર ભાદરવા વદ સાતમ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ ઉપર જગતગુરૂ દ્વારાચાર્ય મલૂક પીઠાધીશ્વર ગૌ પ્રેમી સંત સ્વામી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ પોતાની રસમયી વિરક્ત વાણીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે.

આ કથાના શ્રવણનો આનંદ લેવા આયોજકોએ લોકોને અનુરોધ કરેલ છે. આ કથા તા.૧૯-૯ ના રોજ બપોરે ૩ કલાકે તેમજ નિત્ય કથા તા.૨૦ થી ૨૫ સપ્ટેમ્બર દરરોજ સવારે ૯ થી ૧ યોજાશે. અને કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. કથા દરમિયાન શ્રીમદ્ ભાગવતનો સંપૂર્ણ પાઠ કરાવવા પોથી નોંધાવવા માટે તેમજ અન્ય કોઈપણ પ્રકારની સેવામાં સહયોગી થવા માટે આશ્રમના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યુ છે. અને વધુ માહિતી માટે મોબાઈલ નં. ૬૨૫૨૪ ૭૫૩૪૭૯૮૨૫૨ ૬૪૫૨૪૯૬૬૪૯ ૫૧૨૦૩૯૮૨૫૨ ૮૬૬૬૯૮૫૧૧૦ ૫૭૯૩૩૯૬૨૪૦ ૪૪૧૦૦૯૬૩૮૦ ૨૨૫૬૮૯૮૯૮૮ ૪૨૩૧૨૮૧૬૦૦ ૬૪૮૬૬ અથવા ૯૯૧૩૯ ૨૧૩૪૦ ઉપર સંપર્ક કરવા ખોખરા હનુમાન હરિહરધામ આયોજન સમિતિએ યાદીમાં જણાવેલ છે.






Latest News