શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE











વાંકાનેર નજીક મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે કોઈ અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું. જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ભવનભાઈ ઘોઘાભાઈ રાઠોડ જાતે કોળી (40)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે મચ્છુ-1 ડેમના પાણીમાં કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાનનું ડૂબી જવાના કારણે મોત નીપજયું છે જેથી કરીને પોલીસ ત્યાં પહોંચી હતી અને પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક યુવાન કોણ છે તેની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે તેવી વિગતો હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળેલ છે અને આ બનાવાની વધુ તપાસ એ.આરબેરાણી ચલાવી રહ્યા છે.






Latest News