ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં છબીલ-ન્યાજમાં બરફનો ઉપયોગ ન કરવા શહેર ખતિબનું સૂચન


SHARE











મોરબીમાં છબીલ-ન્યાજમાં બરફનો ઉપયોગ ન કરવા શહેર ખતિબનું સૂચન

સૌરાષ્ટ્રમાં કોલેરા જેવી બીમારીઓ ફેલાય નહીં તે માટે બરફનો ઉપયોગ ન કરવાનું તંત્ર દ્વારા કહેવામા આવી રહ્યું છે ત્યારે મોહરમ નિમિતે મોરબી શહેર અને જીલ્લામાં છબીલ તથા ન્યાજ (પ્રસાદ) નું આયોજન કરવામાં આવે તેમાં બરફનો ઉપયોગ ન કરવા તેમજ સફાઈ રાખવા માટે શહેર ખતિબ દ્વારા સૂચન આપવામાં આવી છે.

મોરબીના તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓને મોહરમ મહિનો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ઇમામ હુસેન કરબલાની યાદમાં જુદાજુદા વિસ્તારમાં છબીલ તથા ન્યાજ (પ્રસાદ) નું આયોજન કરવામાં આવે છે એટલે કે, પ્રશાસન તરફથી આ વર્ષે સૌરાષ્ટ્રમાં કોલેરા જેવી બીમારીઓ ફેલાય નહીં તેના માટે બરફનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. જેથી કરીને ન્યાજ કરવા વાળા બરફને દૂધ કોલ્ડ્રીંક તથા સરબત ઠંડુ કરવા માટે ન ઉપયોગ કરે અને બરફને બરફ રાખીને ઠંડુ કરવું અને સાફ સફાઈ પણ સરખી રાખવી તેમજ છબીલ કરવા વાળા પ્રશાસન તરફથી મંડપ લગાવવાની મંજૂરી મામલતદાર કચેરીથી મેળવી લેવી અને રોડ રસ્તા ઉપર ટ્રાફિકને નડતર રૂપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તેવું મોરબી શહેર ખતિબ સૈયદ અબ્દુલ રસીદમીયા બાપુ હાજી મદનીમીયા બાપુ કાદરી ઉલ જીલ્લાનીએ જણાવ્યુ છે.






Latest News