મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી: બાર એસોસિએશનએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા કરી માંગ


SHARE







મોરબી: બાર એસોસિએશનએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા કરી માંગ

મોરબી જિલ્લા બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. અન્ય રાજ્યોમાં આ એકટ લાગુ હોય ગુજરાતમાં પણ એકટને લાગુ કરવામાં આવે તેવી માંગ બાર એસો. દ્રારા કરવામાં આવી હતી અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઇ અગેચાણીયા, સેક્રેટરી વિજયભાઇ શેરસીયા અને બાર એસો.ના હોદેદારો તેમજ એડવોકેટ મિત્રો દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં અન્ય રાજ્યમાં આ એક્ટ લાગુ હોય તો ગુજરાત રાજ્યમાં પણ આ એક્ટ લાગુ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવેલ છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી આવી હતી.






Latest News