ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનો બનાવ: સગાઈ નહીં તોડે તો જાનથી મારી નાખીશ, ધરાર પ્રેમીની યુવતીને ફોન ઉપર ધમકી


SHARE







હળવદ તાલુકાનો બનાવ: સગાઈ નહીં તોડે તો જાનથી મારી નાખીશ, ધરાર પ્રેમીની યુવતીને ફોન ઉપર ધમકી

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ થઈ ગયેલ હોવા છતાં ધરાર એક તરફી પ્રેમીએ તેને ફોન કરીને સગાઈ નહીં તોડે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી અને તે ધરાર પ્રેમી યુવતીનો પીછો કરતો હતો જેથી હાલમાં ભોગ બનેલ યુવતીની માતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનો પીછો કરીને ધરાર પ્રેમી તેને હેરાન કરતો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલી યુવતીની માતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અતુલભાઈ પરસોત્તમભાઈ તારબુંદીયા રહે. કૃષ્ણનગર તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની દીકરીની સગાઈ થઈ ગયેલ છે અને એક તરફી પ્રેમમાં આરોપી અતુલભાઇ તારબુંદીયા તેની દીકરી સગાઈ નહીં તોડે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપે છે અને તેનો પીછો કરે છે જેથી કરીને હાલમાં ભોગ બનેલી યુવતીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ 354 (ડી), 506 (2), (BNS કલમ 78, 351 (૨) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બાઈક સ્લીપ

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ પોલાભાઈ મોરતરીયા (55) નામના આધેડ બાઈક લઈને મોરબીના જુના ઘુટુ રોડ ઉપરથી જતા હતા ત્યારે સોનેટ સીરામીક કારખાના સામે અચાનક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને આધેડને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News