મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે ૫૦ હજારની માંગણી કરીને હોટલ સંચાલકો દ્વારા પુર્વ કર્મચારી યુવાન ઉપર હુમલો : જાનથી મારી નાંખવાની ધમકી


SHARE







મોરબીના શનાળા ગામે ૫૦ હજારની માંગણી કરીને હોટલ સંચાલકો દ્વારા પુર્વ કર્મચારી યુવાન ઉપર હુમલો : જાનથી મારી નાંખવાની ધમકી

મોરબી નજીકના શનાળા ગામે રહેતા યુવાન ઉપર બે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.તે યુવાનને લાકડાના ધોકા વડે માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો.બાદમાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તે અગાઉ જ્યાં કામ કરતો હતો તે હોટલના બે સંચાલકો દ્વારા રૂા.૫૦,૦૦૦ ની માંગણી કરીને તેની સાથે બોલાચાલી ઝઘડો કરાયો હતો અને બાદમાં લાકડાના ધોકા વડે તેને માર મારવામાં આવ્યો હતો.ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરેલ છે.

હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી પ્રમાણે કપિલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (ઉ.વ.૩૮) ધંધો પાન માવાની દુકાન રહે.શનાળા ગામ શક્તિ માતાના મંદિર પાછળ તા.મોરબી એ સામાવાળા (હુમલો કરનાર) ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા અને દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજા રહે.બંને હાલ શનાળા તા.જી.મોરબી મૂળ રહે.ભીમકટા તા.જોડીયા જી.જામનગર સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે તે તેના ઘરે હતો ત્યારે તા.૧૬ નારાતના દશેક વાગ્યે ફોન કરીને તેને ઘનશ્યામસિંહે બોલાવ્યો હતો ત્યારે રૂપીયા પચાસ હજાર આપવાનું કહીને બોલાચાલી કર્યા બાદ તેમના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે કપિલસિંહને શરીરે માર માર્યો હતો તે દરમિયાનમાં દિગ્વીજયસિંહ ત્યાં આવી જતા તેઓએ ઘનશ્યામસિંહનું ઉપરાણું લઇને તેને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારી રૂપીયા પચાસ હજાર નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને શરીરે મૂઢ ઇજા કરી હતી. હાલ ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસ મથકના પ્રભાતભાઈ ચાવડા આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.મારામારીમાં ભોગ બનનાર યુવાન અગાઉ સામેવાળાઓની હોટલ બાપાસીતારામમાં પાંચેક વર્ષથી કામ કરતો હતો અને ગત સાતમ-આઠમ આસપાસ તેણે નોકરી મૂકી દીધી હતી. બાદમાં રૂા.૫૦ હજાર આપવા પડશે તેમ કહીને તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો.

મારામારીમાં ઘવાયેલ યુવાન સારવારમાં

માળિયા મીંયાણા તાલુકાના દેરાળા ગામે રહેતા નિમિશ જાદવજીભાઈ ઉઘરેજા નામના ૩૨ વર્ષના યુવાનને કૃષ્ણનગર ગામે નર્મદાની કેનાલ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં શહેરની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

માવતરમાં ફિનાઈલ પી જતા સારવારમાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં માવતરને ત્યાં રહેતા સાવરીબેન અમિતભાઈ વાઘેલા (ઉમર ૨૨) લગ્નગાળો બે વર્ષ તેઓના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હતા.જેથી તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલમાંથી જાણ કરાયેલી હોય સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News