મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળા રોડ હાઉસિંગની જગ્યા બિલ્ડરને ન આપી સરકાર જ મકાન બનાવે તેવી માંગ


SHARE







મોરબીમાં શનાળા રોડ હાઉસિંગની જગ્યા બિલ્ડરને ન આપી સરકાર જ મકાન બનાવે તેવી માંગ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના જર્જરિત થયેલ મકાનોને ડીસ્મેંન્ટલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આ જગ્યા કોઈ  બિલ્ડરને ન આપતા આ મકાનો સરકાર દ્વારા જ બનાવવામાં આવે તેવી માંગણી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રી સમક્ષ કરી છે 

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડના મકાનો આવેલ છે. આ મકાનો હાલમાં ખુબ જ જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં  એક મકાનની છત પાડવાનો બનાવ બનેલ હતો જેથી કોઈ ઘટના બને તે પહેલા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. આ માટે સોથી પહેલા હાઉસિંગ બોર્ડમાં હાલમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરીને રહેવા માટેની સુવિધા આપવામાં આવે અને બાદમાં નવા મકાન બને તેનું આયોજન કરવાની જરૂર છે. આ જગ્યા કોઈ  બિલ્ડરને ન આપતા આ મકાનો સરકાર દ્વારા જ બનાવવામાં આવે તેવી માંગણી કરી છે અને જો આવું કરવામાં નહી આવે તો ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News