મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

સમગ્ર મોરબી જીલ્લાની એકમાત્ર OSEM C.B.S.E. સ્કુલની બોર્ડ દ્વારા હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી


SHARE







સમગ્ર મોરબી જીલ્લાની એકમાત્ર OSEM C.B.S.E. સ્કુલની બોર્ડ દ્વારા હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી

તાજેતર માં CBSE બોર્ડ દ્વારા હાઈબ્રીડ લર્નિંગ-એડ્વાન્સડ લર્નિંગ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સમગ્ર દેશ ના ૭૬૬ જીલ્લાઓ માંથી કુલ ૮૪૦ શાળાઓની બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જેમાં સમગ્ર મોરબી જીલ્લા માંથી OSEM  C.B.S.E. સ્કુલે હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી પામી સમગ્ર મોરબી જીલ્લા નું ગૌરવ વધાર્યુ છે. મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM C.B.S.E. ખાતે મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, શિક્ષણ વિભાગના AEI ફાલ્ગુનીબેન ગોસ્વામીના વરદ્ હસ્તે હાઈબ્રીડ લર્નિંગના પાઈલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ સમગ્ર દેશની ૮૪૦ શાળાઓમાં પસંદગી પામવા બદલ OSEM C.B.S.E. ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, નારૂભા જેઠવા, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા તેવું સંસ્થાના પ્રોફેસર નિર્મિત કક્કડે માહિતી આપતા જણાવ્યુ છે






Latest News