ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી નજીક રાહદારી યુવાનને બાઇક ચાલકે ઉડાવ્યો: ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







મોરબી નજીક રાહદારી યુવાનને બાઇક ચાલકે ઉડાવ્યો: ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબીના સનાળા ગામ પાસે આવેલ માધવ હોટલ ખાતે રહેતો યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માત થયો હતો અને તેમાં યુવાનને ડાબા પગના ભાગે ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી પ્રમાણે મોરબીના શનાળા ગામ પાસે આવેલ માધવ હોટલ ખાતે રહેતા હિતેશ પુંજાભાઈ યાદવ (૨૮) નામનો યુવાન માધવ હોટલ પાસેથી રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તેમાં હિતેશને ડાબા પગમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ડી.એ. વાઘડીયા દ્વારા કરવામાં આવેલ છે

બાળક સારવારમાં

મૂળ યુપીના મથુરાનો રહેવાસી દેવેન્દ્રકુમાર મુન્નાભાઈ (૧૫) નામનો બાળક તેના મિત્રની બોલેરોમાં રંગપર ચોકડી પાસેથી જતો હતો ત્યારે તેમાંથી પડી જવાના કારણે તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના શનાળા ગામે રહેતા ચાવડા રમેશભાઈ મનજીભાઈ (૫૪) મોરબીના બાયપાસ રોડ ઉપર વિરાટ પાવભાજી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જેમાં તેઓને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં નગર દરવાજા પાસે આવેલ પખાલી શેરી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મકબુલ હસનઅલી (૩૨), નસીમબેન હસનઅલી (૫૫) અને ઓસ્માણ હસનઅલી (૩૨) રહે. બધા પખાલી શેરી વાળાને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ડી.એ, વાઘડીયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News