મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામ પાસે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE







મોરબીના જેપુર ગામ પાસે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામની સીમમાં કાવઠીયા સેરા નામના કારખાનામાં પતરા ઉપર કામ કરતી વખતે કોઈ કારણોસર અકસ્માતે તે યુવાન ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતો મનુભાઈ કાળુભાઈ સરવૈયા (૩૧) નામનો યુવાન મોરબી નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામની સીમમાં કાવઠીયા સેરા નામના કારખાનામાં કામ કરતી વખતે પતરા ઉપરથી અકસ્માતે નીચે પડી ગયો હતો જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં હોસ્પિટલ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ આંદરણા ગામ પાસે વાહન અકસ્માતો બનાવ બનેલ હતો જેમાં અજાણ્યા ૩૦ વર્ષના યુવાનને ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે ૧૦૮ મારફતે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News