મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના દલડી ગામે મગફળીના પાકમાં ભેલાણ કરનારા માલધારીએ ખેડૂતને લાકડી વડે માર માર્યો..!


SHARE







વાંકાનેરના દલડી ગામે મગફળીના પાકમાં ભેલાણ કરનારા માલધારીએ ખેડૂતને લાકડી વડે માર માર્યો..!

વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં પીપરવાડી તરીકે ઓળખાતી વાડીમાં ખેડૂત દ્વારા મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં માલધારી દ્વારા તેના માલઢોરને ભેલાણ કરવા માટે મૂકવામાં આવ્યા હતા જેથી આ બાબતે વાડીના માલિકએ ભેલાણ ન કરવા માટે કહ્યું હતું જેથી કરીને માલધારીએ ખેડૂતને લાકડી વડે મોઢા ઉપર માર માર્યો હતો જેથી કરીને તેને મોઢાના ભાગે ટાંકા આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા વાડીના માલિકએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના દીધલિયા ગામે રહેતા ઝાહીદભાઈ અલીભાઈ સેરસિયા (ઉંમર ૩૫)ની વાડી દલડી ગામની સીમમાં પીપરવાળી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી છે અને તેઓની વાડીમાં તેઓએ મગફળીના પાકનું વાવેતર કરેલ છે દરમિયાન રૂડા ડાયાભાઈ ભરવાડ પોતાના માલઢોર લાવીને ખેતરમાં ભેલાણ કરતાં હતા જેથી કરીને જાહિદભાઈએ તેને ભેલાણ ન કરવા માટે કહ્યું હતું જેથી કરીને આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને તેને જેમ ફાવે તેમ ગાળો આપીને લાકડી વડે જાહિદભાઈને ડાબા ગાલના ભાગે માર માર્યો હતો જેથી કરીને તેને ગાલમાં પાંચ ટકા આવ્યા હતા અને જેથી તેને સારવાર લીધા બાદ રૂડાભાઈ ડાયાભાઈ ભરવાડની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

અકસ્માત

વાંકાનેર નજીક અમરસર પાસે જેટકો પાવર હાઉસના ક્વાર્ટરમાં રહેતા આકાશભાઈ દીપકભાઈ જાદવ (ઉંમર ૨૦)એ હાલમાં બોલેરો કાર નંબર જીજે ૩ બીવી ૨૦૮૧ ના ચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એબી ૮૪૦૩ લઈને જતા હતા ત્યારે બોલેરો કારના ચાલકે તેની સામેથી આવીને તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને તેને જમણા હાથ અને પગમાં ગંભીર ઇજા થયેલ છે અને ફ્રેક્ચર થયું હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવે છે અને અકસ્માત સર્જીને બોલેરો કાર ચાલકે પોતાનું વાહન ત્યાં ઘટનાસ્થળે મુકીને નાસી ગયો હતો જેથી કરીને આકાશભાઈ જાદવની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.




Latest News